નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન.

  નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન.

નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયત મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, નવસારી તાલુકા ઘટક સંઘના પ્રતિનિધિઓ, વાંસદા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત તેમજ ગણદેવી તાલુકા ઘટક સંઘના મહામંત્રીશ્રી સતીશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.


શિક્ષક સંઘના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શિક્ષણ ક્ષેત્રના વિકાસ અને શિક્ષકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે પરસ્પર સહકારની ભાવના સાથે કાર્ય કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.




Post a Comment

0 Comments