ગ્રામ્ય પ્રતિભાનો ઉદય – તોરણવેરા શાળાના ધ્રુવ અને વંશનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

 ગ્રામ્ય પ્રતિભાનો ઉદય – તોરણવેરા શાળાના ધ્રુવ અને વંશનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ધ્રુવ અનિલભાઈ ગરાસિયા અને વંશ વિમલભાઈ ભોયાએ ખેલ મહાકુંભ–૨૦૨૫ની તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારના રમતગમત પ્રોત્સાહન કાર્યક્રમ હેઠળ દર વર્ષે યોજાતી આ સ્પર્ધા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે પ્રતિભા દર્શાવવાનો અનમોલ અવસર પુરો પાડે છે.

ગત ૯ નવેમ્બરના રોજ ચીમનપાડા ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં ધોરણ–૮ના ધ્રુવ ગરાસિયાએ લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે વંશ ભોયા ધોરણ - ૨ એ ૩૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ અવિરત મહેનત, યોગ્ય તાલીમ અને આત્મવિશ્વાસના બળ પર શાળાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે.

શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા શિક્ષકમંડળ સાથે સાથે તોરણવેરા ગામના સરપંચશ્રીએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધ્રુવ અને વંશની આ સફળતાથી સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Post a Comment

0 Comments