ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.

   ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.


ખેરગામ તાલુકામાં બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 તા. 19/11/2025ના રોજ સવારે 10:30 કલાકે આછવણીના બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રી રાજેશભાઈ આર. પટેલ તથા માનનીય જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી શ્રી પરેશભાઈ બી. દેસાઈના વરદહસ્તે કરવામાં આવ્યું. આછવણીના સરપંચશ્રી શ્રીમતિ વિરલાબેન આર. પટેલ, ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનશ્રી ચુનિલાલ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નવસારી શૈક્ષિક સંઘના હોદ્દેદારો તથા ડો. વાય. કે. પટેલ (પ્રાચર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી તથા લેકચરર મનીષભાઈ )  વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

આ પ્રદર્શનમાં વિવિધ CRC કેન્દ્રોની કુલ પાંચ વિજેતાકૃતિઓ મુખ્ય આકર્ષણ બની:

  1. ખેરગામ CRC — વાડ ઉતાર પ્રાથમિક શાળા
    વિષય: ટકાઉ ખેતી
    કૃતિ: “ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ”
    વિદ્યાર્થીઓ: કૈની અશોકભાઈ પટેલ, ટીશા રાજેશભાઈ પટેલ


  2. બહેજ CRC — બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણી
    વિષય: કચરાનું સંચાલન અને પ્લાસ્ટિકના વિકલ્પો
    કૃતિ: “Generate Electricity Bath Waste”
    વિદ્યાર્થીઓ: હેની દિલીપભાઈ પટેલ, સંજના રાજેશ કામથ


  3. પાણી ખડક CRC — વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળા
    વિષય: હરિત ઉર્જા
    કૃતિ: “Hybrid Solar-Wind Mill”
    વિદ્યાર્થીઓ: વંશ ડાહ્યાભાઈ પટેલ, નક્ષ કિરીટભાઈ પટેલ


  4. બહેજ CRC — કૃતિ ખડક પ્રાથમિક શાળા
    વિષય: અવિકસતી/નવિન ટેકનોલોજી અને ગાણિતિક નમૂનાઓ
    કૃતિ: “Footstep Power Generation System”
    વિદ્યાર્થીઓ: પંછી જગદીશભાઈ પટેલ, દ્રષ્ટિકુમારી જયેશભાઈ ગાંવિત


  5. શામળા ફળિયા CRC — નવી ભૈરવી પ્રાથમિક શાળા
    વિષય: આરોગ્ય અને જળ સંરક્ષણ
    કૃતિ: “પાણી પીવો, રોગ ભગાવો”
    વિદ્યાર્થીઓ: દ્રષ્ટિ ગીરીશભાઈ પટેલ, અનિશા અશ્વિન નાયક


આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિ, જ્ઞાન અને સર્જનાત્મકતાનો સુંદર પ્રદર્શન કર્યો. શાળા પરિવાર, SMC, શિક્ષક મંડળ તથા પંચાયત તંત્રના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

જ્યારે નિમંત્રક તરીકે આચાર્યશ્રી તથા શાળા પરિવાર – SMC આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, શ્રી વિજયકુમાર એમ. પટેલ, BRC Co-ordinator, ખેરગામ, શ્રી મનિષકુમાર કે. પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તા.પં. ખેરગામ ભૂમિકા ભજવી હતી.

Post a Comment

0 Comments