તોરણવેરા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું
ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળાના યજમાન પદે પાટી કેન્દ્રના સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 શનિવારે ઉત્સાહભેર યોજાયું હતું.
બાળકોમાં સંશોધનક્ષમતા, નવી ટેક્નોલોજી પ્રત્યે રુચિ અને પાંગરતી પ્રતિભાને વિશાળ મંચ મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દર વર્ષે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય વિષયક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજે છે. તે અનુસંધાને આ વર્ષનું પ્રદર્શન તોરણવેરા પ્રાથમિક શાળામાં સફળતાપૂર્વક યોજાયું.
પ્રદર્શન દરમિયાન આધુનિક ટકાઉ ખેતી, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ઇકોફ્રેન્ડલી ટેક્નોલોજી, નવીન ટેક્નોલોજી અને આરોગ્ય–સ્વચ્છતા એમ પાંચ વિષયક વિભાગોમાં વિવિધ સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ થઈ હતી.તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનીલ દભાડીયા,પાટી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી દિનેશભાઈ તેમજ સુરેન્દ્રભાઈ પટેલ, માર્ગદર્શક શિક્ષકો, સીઆરસી, એસએમસી અધ્યક્ષ–સભ્યો તેમજ અનેક જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં નોંધપાત્ર વધારો કર્યો.



0 Comments