બહેજ પ્રાથમિક શાળાના યુવા ખેલાડીઓએ જિલ્લા સ્તરે વિજયનો ઝંડો લહેરાવી નવી પ્રેરણા જગાવી.

 બહેજ પ્રાથમિક શાળાના યુવા ખેલાડીઓએ જિલ્લા સ્તરે વિજયનો ઝંડો લહેરાવી નવી પ્રેરણા જગાવી.

નવસારી, તા. ૧૨ નવેમ્બર – આજરોજ નવસારી જિલ્લાના મદ્રેસા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની અંડર-9 તથા અંડર-11 કેટેગરીની ખેલમહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બહેજ પ્રાથમિક શાળાના ચાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વિવિધ છ રમતોમાં વિજય હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં નીચે મુજબના સ્થાન મેળવ્યા હતા: 🏅 યાર્વી જયેશભાઈ આહિર – બ્રોડ જમ્પમાં તૃતીય સ્થાન 🥇 પ્રિતેશકુમાર જિગ્નેશભાઈ પટેલ – લાંબી કૂદમાં પ્રથમ સ્થાન અને બ્રોડ જમ્પમાં દ્વિતીય સ્થાન 🥈 ક્રિષ્ના રાકેશભાઈ દેસાઈ – ૩૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન 🥉 દર્પણકુમાર હરીશભાઈ પટેલ – ૧૦૦ મીટર દોડમાં દ્વિતીય તથા ૫૦ મીટર દોડમાં તૃતીય સ્થાન

આ સૌ વિજેતાઓ હવે રાજ્યકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં ભાગ લેશે.


શાળાના આચાર્ય શ્રી સેજલભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ અને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ભાવિ સફળતાઓ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.


આ જીતથી બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર ગ્રામજનોએ આ નાની ઉમરના ખેલાડીઓની સિદ્ધિ પર ગૌરવની લાગણી અનુભવી હતી.

Post a Comment

0 Comments