ટકાઉ ખેતી વિષયમાં ખેરગામની વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની રાજ્યકક્ષાએ ઝળહળતી સિદ્ધિ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ ખાતે યોજાયેલ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં ટકાઉ ખેતી વિષય હેઠળ “ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ખેરગામ તાલુકા તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
ખેરગામ તાલુકાની વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, KTPSS Khergam (ખેરગામ તા.પ્રા.શિ.સંઘ)ના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ અને NJPSS Navsari (નવસારી જિ. પ્રા.શિ.સંઘ)ના સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા શાળા પરિવારને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ સિદ્ધિ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારની મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.



0 Comments