બહેજની કૃતિખડક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન

 બહેજની કૃતિખડક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન


બહેજ, તા. ખેરગામ
બહેજ ગામની કૃતિખડક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્ર તથા આસપાસના અનેક ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી સ્થળોની મુલાકાત લેવામાં આવી. આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન સાથે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને વૈવિધ્યસભર વારસાનો જીવંત પરિચય કરાવવાનો હતો.


મુંબઈમાં વિદ્યાર્થીઓએ ઇન્ડિયા ગેટ, તાજ મહેલ પેલેસ હોટલ, સિદ્ધિવિનાયક મંદિર તથા હાજી અલી દરગાહના દર્શન કરી શહેરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને સમઝ્યું. ત્યારબાદ મહાબળેશ્વર અને પંચગણીના સાઇડ સીન સાથે મેપ્રોની મુલાકાત દ્વારા કુદરતી સૌંદર્ય તથા ઉદ્યોગક્ષેત્રનો પરિચય મળ્યો.



પુણે ખાતે દગડુ શેઠ ગણપતિ મંદિર, ભીમાશંકર જ્યોતિર્લિંગ, શિરડી સાઈબાબા મંદિર અને શનિ દેવ મંદિરની મુલાકાત લેવામાં આવી. ઉપરાંત અજંતા–ઈલોરા ગુફાઓ, ગુસ્નેશ્વર મંદિર, ઔરંગાબાદનું મીની તાજ મહેલ તથા ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન દ્વારા વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન કલા, સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાનો સઘન અનુભવ થયો.

આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયક અને સ્મરણિય સાબિત થયો હોવાનું શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી  અલ્પેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું.

Post a Comment

0 Comments