ગણદેવી તાલુકાની છાપર પ્રા. શાળાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

  ગણદેવી તાલુકાની છાપર પ્રા. શાળાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી શૈક્ષણિક પ્રવાસ યોજાયો.


ગણદેવી તાલુકાની છાપર પ્રાથમિક શાળા દ્વારા તા. **17/01/2026 (શનિવાર)**ના રોજ વિદ્યાર્થીઓ માટે એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન શાળાના બાળકો તથા શિક્ષકો એકતા નગર, કેવડિયા કોલોની ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વ્યૂવિંગ ગેલેરી, સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, ન્યુટ્રીશિયન પાર્ક તથા મેઝ ગાર્ડન જેવા વિવિધ સ્થળોની મુલાકાત લીધી. આ સ્થળોએ વિદ્યાર્થીઓએ માહિતી મેળવતા આનંદ સાથે શૈક્ષણિક અનુભવ મેળવ્યો.

એકતા નગરની અદ્ભુત રચના, આયોજન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા જોઈ બાળકો તેમજ શિક્ષકો ખૂબ જ અભિભૂત થયા. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, ઇતિહાસ પ્રત્યેની સમજ તથા પ્રાકૃતિક જ્ઞાનમાં વધારો થયો.

Post a Comment

0 Comments